ભાજપે બ્રાહ્મણને CM બનાવી SP, RJD ને કોંગ્રેસનું બ્લડપ્રેશર વધાર્યું

નવી દિલ્હીઃ ભાજપમાં મોદી-શાહ યુગ ચોંકાવનારા નિર્ણયો વિશે ઓળખાય છે. રાજ્સ્થાનમાં ભજનલાલ શર્મા નામનો પ્રસ્તાવ કરીને ભાજપે ફરી એક વાર સૌને ચોંકાવ્યા છે.રાજકીય વિશ્લેષકોનું માનવું હતું કે ભાજપ કોઈ મહિલા, OBC કે દલિતને CM બનાવીને રાજકીય હિત સાધશે.

ભજનલાલ શર્માને CM બનાવીને સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેઓ બ્રાહ્મણ છે. બ્રાહ્મણો દેશના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. એક બ્રાહ્મણને મુખ્ય મંત્રી બનાવીને ભાજપે એ સંદેશ આપ્યો છે કે ભાજપ તેમનો પક્ષ છે. જે રીતે યાદવ UP-બિહારમાં SP અને RJDના કોર મતદારો છે, એ રીતે દેશમાં કોંગ્રેસના કોર મતદારો બ્રાહ્મણ રહ્યા છે. મધ્ય પ્રદેશમાં CM એક યાદવને બનાવીને SP અને RJDનું બ્લડપ્રેશર વધારનાર ભાજપે હવે કોંગ્રેસને ચિંતામાં મૂકી દીધી છે. સ્વતંત્રતા પછી કોંગ્રેસ દેશમાં બ્રાહ્મણ, દલિત અને મુસલમાનોને નામે રાજ કરતી આવી છે અને ફરી એક વાર બ્રાહ્મણોને ભાજપતરફી કરવાના પ્રયાસમાં છે પક્ષ.

રાજસ્થાનના રાજકારણમાં બ્રાહ્મણોની સંખ્યા સાતથી 12 ટકા છે. તેમની વસતિ રાજપૂતો અને જાટોની આસપાસ છે, પણ ટિકિટ દેવાને મામલે કોંગ્રેસ અને ભાજપે બંને જાતિઓને મુકાબલે બ્રાહ્મણોને ઓછી ટિકિટ આપી છે. કોંગ્રેસે 16 ટિકિટ આપી છે તો ભાજપે બ્રાહ્મણોને 20 ટિકિટ આપી છે. જ્યારે ભાજપે રાજપૂતોને 25 ટિકિટ તો કોંગ્રેસે 17 ટિકિટ વહેંચી છે. ભાજપે 33 જાટોને ટિકિટ આપી છે તો કોંગ્રેસે 36 ટિકિટ આપી છે. આમ ના તો કોંગ્રેસને કે ભાજપને બ્રાહ્મણોની ચિંતા હતી. જેથી ભાજપે બ્રાહ્મણને CM બનાવીને ખાતું સરભર કરવાના પ્રયાસ કર્યા છે.