અમારા ઉપવાસ લોકતંત્ર બચાવવા માટે છે, ‘છોલે-ભટૂરે’ વાળા નથી: જાવડેકર

નવી દિલ્હી- અત્યાર સુધી સત્તાનો વિરોધ કરનારા લોકો માટે વિરોધનું પ્રમુખ હથિયાર અનશન અટલેકે ઉપવાસ હતું. પરંતુ આજે તો સરકાર પોતે જ ઉપવાસ છે. મહત્વનું છે કે, વિરોધ પક્ષોએ સંસદમાં હોબાળો કરીને બજેટ સત્ર ચાલવા દીધું નહતું. જેનાથી પીએમ મોદી નારાજ થયા છે. અને પીએમ સહિત BJPના તમામ પ્રધાનો અને સાંસદો દેશના વિવિધ શહેરોમાં આજે ઉપવાસ પર બઠા છે. ઉપવાસ અંગે સ્પષ્ટતા કરતા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, ‘અમારા ઉપવાસ સાચા છે, દેશની જનતાને છેતરવા ‘છોલે-ભટૂરે’ વાળા ઉપવાસ નથી’.આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપવાસ દરમિયાન પણ સામાન્ય દિવસોની જેમ જ પોતાનું કામ ચાલુ રાખ્યું છે અને ચેન્નાઈમાં ડિફેન્સ એક્સપોનું ઉદઘાટન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કર્ણાટકના હુબલીમાં ઉપવાસ પર બેઠા છે.

મુંબઈમાં ઉપવાસ પર બેઠેલા કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલે કહ્યું કે, કોંગ્રેસ સહિતના વિરોધપક્ષોએ સંસદ સત્ર ચાલવા દીધું નથી. જેના લીધે અમારે લોકતંત્ર બચાવવા ઉપવાસ કરવા પડ્યા છે. આ પહેલા પીએમ મોદીએ BJP સાંસદોને ઉપવાસ માટે સંદેશ આપ્યો હતો.