બિહાર: દારુબંધી પર નીતિશ સરકારનો ‘યુ ટર્ન’, જાણો કેટલો બદલાયો કાયદો

0
2429

પટના- એક સમયે બિહારમાં દારુબંધી અને તેને લઈને બનાવવામાં આવેલા કડક કાયદાને પોતાનું ક્રાંતિકારી પગલું ગણાવનારા મુખ્યપ્રધાન નીતિશ કુમાર હવે બેકફૂટ પર જણાઈ રહ્યાં છે. નીતિશ સરકારે બિહારમાં શરાબ પ્રતિબંધના કાયદામાં કરેલા અનેક મુખ્ય ફેરફારને કેબિનેટે મંજૂરી આપી દીધી છે.આ બદલાવ પછી એક વખત સાચા અર્થમાં ખૂબ જ કડક જણાઈ રહેલા શરાબબંધીના કાદયાની ધાર ઓછી થઈ રહેલી જણાય છે. નીતિશ કુમારના આ નરમ વલણનો રાજકીય અર્થ પણ કાઢવામાં આવી રહ્યો છે.

નીતિશ કુમારના આ નરમ વલણને કારણે એક તરફ વિરોધ પક્ષોને હુમલો કરવાની તક મળી છે. તો બીજી તરફ એ આક્ષેપો સાચા જણાઈ રહ્યા છે કે, શરાબબંધીના કાયદાનો દુરુપયોગ કરવામાં આવે છે. બિહાર વિધાનસભાના 20 જુલાઈથી શરુ થઈ રહેલા ચોમાસુ સત્રમાં આ સુધારા બિલ રજૂ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, 2019ની ચૂંટણીમાં ભાજપ સાથે બેઠક વહેંચણીની અવઢવમાં અટવાયેલી નીતીશ સરકારે શરાબબંધીના કાયદામાં શું ફોરફાર કર્યા છે.

પહેલાના કાયદા મુજબ પ્રથમ વખત દારુ પીતા પકડાવા પર બિન જામીનપાત્ર કલમ લગાડવામાં આવતી હતી. એટલે કે, જેલ જવું નક્કી હતું. અને પાંચ વર્ષ સજાની જોગવાઈ હતી. હવે આ કાયદાને જામીનપાત્ર બનાવવામાં આવ્યો છે. અને રુપિયા 50 હાજરનો દંડ અથવા ત્રણ મહિનાની જેલની જોગવાઈ રાખવામાં આવી છે.

દારુ બનાવવા, તેની હેરાફેરી અને વેંચાણ કરવા પર 1 વર્ષની સજાથી ઉમર કેદ સુધીની જોગવાઈ હતી. હવે તેમાં ફેરફાર કરીને પ્રશમ વખત પકડાવા પર પાંચ વર્ષની સજા અને બીજી વખત પકડાવા પર 10 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે.