મોહન ભાગવતે સોમનાથના દર્શન કર્યા

સોમનાથઃ આરએસએસના વડા મોહન ભાગવતે આજે સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી. સોમનાથ ખાતે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલે બુકેથી તેમનું સ્વાગત કર્યું હતું. મોહન ભાગવતે સોમનાથ મહાદેવમાં ગંગાજળ અભિષેક કર્યો હતો. મોહન ભાગવતે ટ્રસ્ટના અધ્યક્ષ સાથે ધ્વજ પૂજનનો પણ લ્હાવો લીધો હતો. તો આ સાથે જ અહીયાં ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પુષ્પ વંદના પણ કરવામાં આવી હતી.