બીબીસીની દસ્તાવેજી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની સુપ્રીમ કોર્ટે ના પાડી

નવી દિલ્હીઃ 2002માં ગુજરાતના ગોધરામાં થયેલા અગ્નિકાંડ અને તેને પગલે રાજ્યભરમાં ફાટી નીકળેલા કોમી રમખાણો અંગે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી)એ તૈયાર કરેલી બે-ભાગવાળી દસ્તાવેજી ફિલ્મના ભારતમાં પ્રદર્શન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માગણી કરતી હિન્દુ સેના સંગઠનની પીટિશનને સુપ્રીમ કોર્ટે આજે નકારી કાઢી છે.

આ પીટિશન હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા અને બીરેન્દ્ર કુમાર સિંહ નામના એક ખેડૂતે નોંધાવી હતી. તેની પર ન્યાયમૂર્તિઓ સંજીવ ખન્ના અને એમ.એમ. સુન્દ્રેશની બેન્ચે આજે ચુકાદો આપ્યો હતો. એમણે કહ્યું કે આ પીટિશન ખોટી છે અને એમાં કોઈ દમ નથી.