અયોધ્યાઃ રામભક્તો માટે આનંદના સમાચાર છે. અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણનું કાર્ય આવતા બુધવારથી રુદ્રાભિષેક સમારોહ બાદ શરુ કરવામાં આવનાર છે. આ સમારોહમાં સીમિત સંખ્યામાં લોકો જોડાશે અને આ કુબેર ટીલા મંદિરમાં આયોજિત થશે. એક ભવ્ય ભૂમિપૂજન સમારોહ યોજવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ કોરોનાવાઈરસ બીમારીના સંકટને કારણે હાલ ટાળવામાં આવ્યો છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસના પ્રવક્ત મહંત કમલ નયન દાસે કહ્યું કે, મંદિરનું નિર્માણ કાર્ય 10 જૂનના રોજ રુદ્ર અભિષેક બાદ શરુ થશે. તેમણે કહ્યું કે, અમે ભગવાન શિવની પૂજા કરીને સૌથી પહેલા પહેલા ભગવાન રામની પરંપરાનું પાલન કરીશું. રામલલાના સૌથી પ્રિય મિત્ર ત્રિલોકીનાથ પાંડેએ કહ્યું કે, કુબેર ટીલા પર ભગવાન શિવનુંં પ્રાચિન મંદિર છે. 10 જૂનના રોજ સવારે 8 વાગ્યે પ્રાર્થના એ જ મંદિરમાં થશે.
તેમણે કહ્યું કે, રામમંદિર ટ્રસ્ટના અધ્યક્ષ દ્વારા મહંત કમલ નયન દાસ દ્વારા અન્ય પૂજારીઓ સાથે વિશેષ પ્રાર્થના કરવામાં આવશે. આમાં બે કલાક જેટલો સમય લાગશે. આ વચ્ચે ભક્તો ભગવાન રામની પ્રાર્થના કરી શકશે. કારણ કે, રામ જન્મભૂમિ પર અસ્થાયી મંદિર 77 દિવસ બાદ સોમવારના રોજ ખોલવામાં આવશે.
મંદિર સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી અને પછી 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કુલ 8 કલાક માટે ખુલ્લું રહેશે. આ દરમિયાન તમામ દિશા-નિર્દેશોનું પાલન અનિવાર્ય રહેશે.