કોરોના વેક્સિન સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થવાની આશા

નવી દિલ્હીઃ જો કોરોના સામેની ટ્રાયલ સફળ સાબિત થશે તો સપ્ટેમ્બર સુધીમાં કોરોના વાઇરસની વેક્સિન (રસી)ની બે અબજ ડોઝ બ્રિટિશ ફાર્મા જાયન્ટ એસ્ટ્રાઝેનેકા તૈયાર કરી લેશે, એમ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવે કહ્યું હતું. કંપની ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે ભાગીદારી કરી છે, જેણે આ વાઇરસની રસની પહેલ કરી છે આ રસીનું પરીક્ષણ પૂર્ણ થયા પછી અંતિમ મંજૂરી મળી જાય એ પછી આવનારા મહિનામાં રસીનું ઉત્પાદન શરૂ થશે.

સપ્ટેમ્બર સુધી વેક્સિન તૈયાર થવાની આશા

અમે અત્યાર સુધી યોગ્ય ટ્રેક પર છીએ અને હવે અમે આ રસી તૈયાર કરવાનું શરૂ કરીશું અને પરિણામો પરિણામો આવશે ત્યારે એનો ઉપયોગ કરવા તૈયાર રહેવું પડશે, એમ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ પાસ્કલ સોરિયોટે કહ્યું હતું. અમારી પાસે ઉનાળાના અંત સુધીનો ડેટા છે અને ઓગસ્ટ સુધીનો ડેટા હશે, તેથી સપ્ટેમ્બરમાં આપણને ખબર પડી જશે કે આપણી પાસે અસરકારક વેક્સિન હશે કે નહીં.

બે અબજ ડોઝ તૈયાર કરવા કરાર

કંપનીએ આ સપ્તાહે જાહેરાત કરી હતી કે એણે કોવિડ-19 રસીના ઉત્પાદનક્ષમતા  બે અબજ ડોઝ કરવા માટે કોલિશન એપિડેમિક પ્રિપેર્ડનેસ ઇન્નોવેશન (CEPI) ગેવી સાથે વેક્સિન એલાયન્સ અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સાથે  ઉત્પાદનક્ષમતા બમણી કરવા માટે કરાર કર્યા છે.

ભારતમાં અને ચીનમાં ઉત્પાદન એકમ સ્થાપવા વિચારણા

વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદકોમાંની એક ભારતીય સંસ્થા સાથેની ભાગીદારીથી નીચી અને મધ્યમ આવકવાળા દેશોમાં મોટી સંખ્યાંમાં રસી સપ્લાય કરવામાં મદદ મળશે. જોકે કંપની યુરોપ અને અમેરિકામાં સપ્લાય ચેઇન માટે  ભારતમાં અને ચીનમાં ઉત્પાદન એકમ સ્થાપશે, એમ તેમણે કહ્યું હતું.

નુકસાનની પણ વહેંચણી

તેમણે ઉમેર્યું હતું કે કંપની આ કામ નોન-પ્રોફિટ ધોરણે કામ કરશે જો ટ્રાયલનું પરિણામ નિરાશાજનક સાબિત થશે તો કંપનીને મોટું નુકસાન ખમવું પડશે, પણ કંપની તેના નાણાકીય જોખમને પણ CEPI સાથે વહેંચી રહી છે. અમે આ કોરોના સંકટના સમયમાં જોખમ લઈને રસીનું ઉત્પાદન કરવાનું જોખમ લીધું છે, જો વેક્સિન (અસરકાર) તૈયાર થઈ જશે તો આ તૈયારી કરવાનો એકમાત્ર રસ્તો છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ એપ્રિલમાં સેંકડ વોલિન્ટિયર્સ પર કોવિડ-19ની રસીના પ્રારંભિક પરીક્ષણો શરૂ કર્યાં હતાં અને હવે એ વધીને 10,000 પાર્ટિપિન્ટ્સ સુધી પહોંચ્યાં છે.