તસલિમા નસરિન અને એ. આર. રહેમાનનાં એક્શન-રિએક્શન

 નવી દિલ્હીઃ ભારતના જાણીતા સિંગર અને કમ્પોઝર એ. આર. રહેમાનની પુત્રી ખતિજા રહેમાન દ્વારા બુરખા પહેરવાને મુદ્દે લેખિકા તસલિમા નસરિને સવાલો ઊભા કર્યા હતા અને સાથે કહ્યું હતું કે ખતિજાને આવી રીતે જોતાં ગભરામણ થાય છે. જોકે તસલિમાના આ સવાલના પ્રત્યુત્તરમાં ખતિજા રહેમાને તેમને સણસણતો જવાબ આપતાં કહ્યું હતું કે નારીવાદનો મતલબ કોઈને નીચા દેખાડવાનો નથી. ખતિજા રહેમાન પછી તેમના પિતા એ. આર. રહેમાને પણ તસલિમા નસરિનને ટ્વીટ કરીને રિએક્શન્સ આપ્યાં હતાં.

એ. આર. રહેમાને કહ્યું હતું કે મને લાગે છે કે જો બાળકોનું એ રીતે ઉછેર કરીએ, જેમાં અમારી સમસ્યાઓ અને મુશ્કેલીઓ વિશે તેમને માલૂમ હોય. તેમને ખબર હોવી જોઈએ કે તેમને સારુંનરસું અમને વારસામાં મળ્યું છે. જે છે, એ આ જ છે. તેમને સ્વતંત્રતાથી જે પહેરવું હોય એ પહેરે, પણ ખતિજાએ એવું જ કર્યું. ત્યાર બાદ મેં મારી પુત્રીને આ વિશે પૂછ્યું કે આગલા સવાલ વિશે તેનો શો મત છે? શું તું એનો પણ જવાબ આપીશ?  તો તેણે કહ્યું કે નહીં, ડેડી, હું જવાબ આપી ચૂકી છું. એ આર. રહેમાને જણાવ્યું હતું કે તે તેની સ્વતંત્રતાથી અને મરજીથી બુરખો પહેરે છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]