નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકની મુશ્કેલીઓ વધી છે. કિરુ હાઈડ્રો પ્રોજેક્ટ સાથે સંબંધિત કથિત ભ્રષ્ટાચારના મામલે CBIએ ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં સત્યપાલ મલિકનું નામ સામેલ છે. તેમની સાથે-સાથે કેટલાક અન્ય લોકો વિરુદ્ધ પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
CBIના એક અધિકારીએ જણાવ્યું કે કથિત કિરુ હાઈડ્રો પ્રોજેક્ટ ભ્રષ્ટાચાર કેસમાં સત્યપાલ મલિક તેમના પ્રાઈવેટ સેક્રેટરી અને ચાર અન્ય લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ કાર્યવાહી વિશે હાલ સુધી સત્યપાલ મલિક દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પણ અગાઉ તેમણે આવી તમામ કાર્યવાહી રાજકીય પ્રેરિત હોવાનો આક્ષેપ કર્યો હતો.
હવે આ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ માટે રૂ. 2200 કરોડના સિવિલ વર્કના કોન્ટ્રેક્ટને લઈને કથિત ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. તે સમયે તો પોતે સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે તેમને પ્રોજેક્ટ સંબંધિત બે ફાઇલોને મંજૂરી આપવા માટે રૂ. 300 કરોડની લાંચ આપવાની કોશિશ કરવામાં આવી હતી.
આ વિવાદમાં વધુ એક આરોપ એ છે કે આ પ્રોજેક્ટના સિવિલ વર્કના વિતરણમાં અને ઇ-ટેન્ડરિંગ સંબંધિત માર્ગદર્શનને અનુસરવામાં નથી આવ્યું.કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ ભ્રષ્ટચાર મામલે જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક અને છ અન્ય લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટની માહિતી મળતાં જ મલિકની તબિયત લથડી ગઈ છે અને તેઓ તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ થયા છે. સીબીઆઈએ મલિક વિરુદ્ધ એક પ્રોજેક્ટ સંબંધિત કોન્ટ્રાક્ટમાં કથિત ભ્રષ્ટાર મામલે કાર્યવાહી કરી છે.
સત્યપાલ મલિકની તબિયત લથડી
CBIની કાર્યવાહી વચ્ચે સત્યપાલ મલિકની તબિયત લથડી ગઈ છે. CBIએ આજે (22 મે) મલિક સહિત છ લોકો વિરુદ્ધ સત્તાવાર ચાર્જશીટ દાખલ કરી છે, તો બીજી તરફ મલિકે સોશિયલ મિડિયા પર માહિતી શેર કરી છે કે તેઓ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની હાલત ખૂબ ખરાબ છે.
