આજકાલ શા માટે ચર્ચામાં છે આ ગેમ્બલર અને એની ઘડિયાળ?

મુંબઈઃ અમેરિકન પોકર પ્લેયર અને પ્લેબોય મિલિયનર ડેન બિલ્જેરિયન પોતાની શાનદાર લાઈફસ્ટાઈલ માટે હંમેશા ચર્ચામાં રહે છે. ડેન બિલ્જેરિયન પોતાની પ્રોડક્ટ્સને લોન્ચ કરવા માટે તાજેતરમાં જ ભારત આવ્યો હતો. તેણે ભારતની સૌથી મોટી પોકર ઈવેન્ટ ઈન્ડિયા પોકર ચેમ્પિયનશિપમાં પણ ભાગ લીધો હતો. આ વ્યક્તિ મુંબઈમાં જાહેરમાં ફરતો પણ દેખાયો હતો.

ડેન બિલ્જેરિયન સફેદ ટી-શર્ટ અને શોર્ટ્સમાં સ્પોટ થયો હતો. પરંતુ તેની ઘડિયાળની ચર્ચા બધી જગ્યાએ થઈ રહી છે. તેણે એટલી મોંઘી ઘડીયાળ પહેરી હતી કે તે ઘડિયાલની કીમત જેટલી છે તેટલામાં તો ભારતમાં એક નવું ઘર અને ગાડી ખરીદી શકાય. સોશિયલ મીડિયા પર તેની આ મોંઘી ઘડિયાળની ચર્ચા થઈ રહી છે.

ડેન બિલ્જેરિયને જે ઘડિયાળ પહેરી હતી, તેનું નામ Richard Mille RM11-03 છે, જેની કીંમત 191,500 ડોલર એટલે કે 1.36 કરોડ રુપિયા જેટલી છે. બિલ્જેરિયન 150 મિલિયન ડોલરની સંપત્તિનો માલિક છે.

ઘડિયાળની કીંમત સાંભળીને બધાને એમ થાય કે આ ઘડિયાળમાં એવું તો શું છે કે આ આટલી મોંધી છે. આ ઘડિયાળને McLaren ના એન્જિનિયર્સ અને ડિઝાઈનર્સે તૈયાર કરી છે. આ ઘડિયાળને ગત વર્ષે જેનેવા ઈન્ટરનેશનલ મોટર શો માં લોન્ચ કરવામાં આવી હતી. કંપનીએ માત્ર 500 ઘડિયાળ જ બનાવી હતી. આ ઘડિયાળમાં ટાઈટેનિયમ પુશર્સ લાગેલા છે, જે McLaren 720S કારની હેડલાઈટ્સ જેવા દેખાય છે. આ સીવાય આ ઘડિયાળમાં ટાઈટેનિયમ ક્રાઉન લાગેલા છે, જે McLaren કારના વ્હીલમાં લાગેલા હોય છે.