જૂઓ, એવા તે કેવા હીરા જડ્યા છે આ પ્લેનમાં?

નવી દિલ્હીઃ સંયુક્ત અરબ અમીરાતની એમિરેટ્સ એરલાઈન્સે મુસાફરોને આકર્ષિત કરવા માટે વધુ એક શાનદાર કામ કર્યું છે. તેમણે પોતાના પ્લેનનો એક ફોટો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એમિરેટ્સે પોતાની ફ્લાઈટ A380 માં હીરાઓને સુંદરતાથી સજાવ્યા છે. ત્યાં સુધી કે બેસવાની સીટો પર પણ હીરા જડવામાં આવ્યા છે.

કંપનીએ ગત વર્ષે પણ પોતાના બોઈંગ 777 વિમાનનો આવો જ એક ફોટો શેર કર્યો હતો, જેમાં બહારની ડિઝાઈન એવી હતી કે જાણે તેને હીરાઓથી સજાવવામાં આવી હોય. આ વખતે પણ આવું જ કરવામાં આવ્યું છે. હકીકતમાં જોવામાં ભલે આ હીરા અને મોતીઓની સજાવટ લાગતી હોય પરંતુ હકીકતમાં આ એક આર્ટવર્ક છે.

આને ક્રિસ્ટલ આર્ટિસ્ટ સારા શકીલે તૈયાર કર્યું છે, જે પોતાની આ કલા માટે ઘણા પુરસ્કારો પણ જીતી ચૂક્યા છે. અત્યારે આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે આખરે હીરાઓથી જડેલી આ ફ્લાઈટ કયા શહેર માટે ટેકઓફ કરશે.