પુદુચેરીમાં મુખ્યમંત્રી સહિત તમામના ટેસ્ટ કરાયા

નવી દિલ્હીઃ પુદુચેરીમાં આજે મુખ્યમંત્રી સહિત, સાંસદો અને ધારાસભ્યોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો. પુદુચેરી દેશનું એવું પ્રથમ રાજ્ય છે કે જ્યાં વિધાનસભામાં મુખ્યમંત્રી સહિત તમામ નેતાઓની તપાસ થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર પોંડુચેરી વિધાનસભાની અંદર આજે મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ સહિત તમામ મંત્રીઓ અને સાંસદો તેમજ ધારાસભ્યોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો અનુસાર, સ્વાસ્થ્ય વિભાગ અને ડોક્ટરોની એક ટીમે વિધાનસભા પરિસરમાં એક વિશેષ શિબિરમાં મુખ્યમંત્રી વી.નારાયણ સ્વામી સહિત તમામ નેતાઓના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા. મુખ્યમંત્રી કાર્યાલયથી આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું કે, પોંડુચેરી વિધાનસભાના બે સભ્ય એ લોકોમાંથી હતા કે જેમણે ટેસ્ટ ન કરાવ્યા.

આ પહેલા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી મલ્લાદી કૃષ્ણ રાવે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હું કે, મુખ્યમંત્રી વી. નારાયણ સ્વામી સહિત તેમના તમામ મંત્રી, સાંસદ અને ધારાસભ્યો વિધાનસભા પરિસરમાં આજે કોરોના વાયરસનો ટેસ્ટ કરાવશે.

પુદુચેરીમાં કોરોના વાયરસના અત્યારસુધીમાં કોરોના વાયરસના કુલ 7 જેટલા કેસો સામે આવ્યા છે આમાંથી 3 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. એટલે પુદુચેરી દેશના અન્ય રાજ્યોના મુકાબલે ખૂબ ઓછા કેસ સામે આવ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]