નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે નિર્ભયા મામલે ચારે આરોપીઓને ડેથ વોરંટ પર અટકાવવાની અરજી પર સ્ટે મૂકી દીધો છે અને આદેશમાં કહ્યું છે કે બધા આરોપીઓને એકસાથે ફાંસી આપી દેવામાં આવે. ફાંસી ત્યાં સુધી જ ટાળી શકાય, જ્યાં સુધી સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલતો હોય.
દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકાર તરફથી કરાયેલી અરજી પર ચુકાદો આપ્યો હતો, જેમાં કેન્દ્ર સરકારે નીચલી કોર્ટ દ્વારા નિર્ભયાના હત્યારાના ડેથ વોરન્ટ પર અનિશ્ચિત સમય સુધી સ્ટે મૂકવાનો આદેશ કર્યો હતો.
