દિલ્હી એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાનમાં આગ લાગી…

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર રાત્રે મોટી દુર્ઘટના ટળી ગઈ. અહીંયા એર ઈન્ડિયાના બોઈંગ વિમાનમાં અચાનક આગ લાગી ગઈ. ત્યારબાદ આખી ફ્લાઈટમાં ધુમાડો-ધુમાડો થઈ ગયો. સદનસીબે જ્યારે આ વિમાનમાં આગ લાગી ત્યારે આમાં અન્ય કામ ચાલી રહ્યું હતું અને કોઈ યાત્રી ફ્લાઈટમાં નહોતા બેઠા.

એર ઈન્ડિયાની આ ફ્લાઈટ B777-200 LR દિલ્હીથી અમેરિકાના સેન ફ્રાંસિસ્કો જઈ રહી હતી. જ્યારે એરપોર્ટ પર જ વિમાનનું રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે તેના પાછળના ભાગમાં આગ લાગી. રિપેરિંગનું કામ થયા બાદ આ ફ્લાઈટ રવાના થવાની હતી. પરંતુ અચાનક આગ લાગતા ફ્લાઈટ રદ્દ કરવી પડી.

દુર્ઘટના બાદ એર ઈન્ડિયાએ નિવેદન પણ જાહેર કર્યું. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે બુધવારે રાત્રે જ્યારે ઉડાન ભરતા પહેલા એન્જિનિયર રુટીન ચેકિંગ કરી રહ્યા હતા, ત્યારે પાછળના ભાગમાં આગ લાગી ગઈ હતી. આગ લાગ્યા બાદ વિમાનની પૂર્ણ તપાસ કરવામાં આવી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિનસોમાં ફ્લાઈટ અથવા રેલવેમાં થયેલા અકસ્માતોના ઘણા મામલા સામે આવ્યા છે. બોઈંગ વિમાનોને લઈને થયેલી ઘટનાઓ દુનિયાભરમાંથી સામે આવી છે. ઈથોપિયામાં થયેલા વિમાન અકસ્માતમાં ઘણા લોકોના મોત થયા હતા. ત્યારબાદથી એલર્ટ છે. ચીન, ઈથોપિયા, સિંગાપુર સહિત દુનિયાના ઘણા મોટા દેશોએ બોઈંગની સેવાઓ પર બેન લગાવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]