પાઇલટ ટ્રેનિંગમાં ચૂક બદલ એર એશિયા પર રૂ. 20 લાખનો દંડ

નવી દિલ્હીઃ એર એશિયા( ઈન્ડિયા) લિમિટેડ પર ઉડ્ડયન નિયામક DGCAએ રૂ. 20 લાખનો દંડ ફટકાર્યો છે. DGCAના નિરીક્ષણ અભિયાનમાં માલૂમ પડ્યું હતું કે પાઇલટ પ્રવીણતા તપાસ- ઇન્સ્ટ્રુમેન્ટ રેટિંગ તપાસ દરમ્યાન એરલાઇનના પાઇલટો માટે ફરજિયાત ટ્રેનિંગ નહોતી કરવામાં આવી. આ અગાઉ DGCAએ એરલાઇન્સના ટ્રેનિંગ ચીફને તેમની ફરજોનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ ત્રણ મહિના માટે તેમના પદેથી હટાવી દીધા હતા.

આ ઉપરાંત આઠ નોમિનેટ પરીક્ષકો પર રૂ. ત્રણ-ત્રણ લાખનો દંડ ફટકાર્યો હતો. DGCAએ તેની સાથે-સાથે સંબંધિત મેનેજર, ટ્રેનિંગ ચીફ અને એર એશિયાના તમામ નોમિનેટ પરીક્ષકોને કારણદર્શક નોટિસ ફટકારી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમની નિયામક ફરજોના નિરીક્ષણના અભાવ માટે તેમની વિરુદ્ધ કેમ કાર્યવાહી ન થવી જોઈએ? તેના પછી તેમના લેખિત જવાબોની તપાસ કરવામાં આવે અને તેના આધારે જ કાર્યવાહી કરવામાં આવી હતી. 

એર એશિયાને પ્રવક્તાએ કહ્યું હતું કે અમે સ્વીકાર કરીએ છીએ કે નવેમ્બર, 2022માં DGCA દ્વારા પાઇલટોને તાલીમ અભ્યાસમાં કેટલીક મુશ્કેલીઓ જોવા મળી હતી. DGCAની સાથે સમન્વયમાં તત્કાળ સુધારાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી અને અંતરને દૂર કરવા માટે વધારાના સિમ્યુલેટર ટ્રેનિંગ સત્ર શરૂ કરવામાં આવ્યું હતું.

DGCAના નિવેદન અનુસાર એરલાઇનને ટ્રેનિંગ પ્રમુખ્ય ત્રણ મહિનામાં તેમને પદથી દૂર કરવા અને રૂ. ત્રણ લાખનો દંડ લગાવવાનો આદેશ જારી કર્યો હતો.