બસપાના ધારાસભ્યના રાજીનામા બાદ MP માં બગડી શકે છે કોંગ્રેસનું ગણિત

નવી દિલ્હીઃ બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતી દ્વારા મધ્ય પ્રદેશમાં પાર્ટીના ધારાસભ્યના સસ્પેન્શનના સમાચારે કોંગ્રેસની મુશ્કેલીઓ વધારી દિધી છે. હકીકતમાં, રાજ્યમાં 230 સભ્યોની વિધાનસભામાં બહુમતનો આંકડો પાર કરી લીધો છે. વર્તમાન સમયમાં કોંગ્રેસ પાસે બસપા અને સમાજવાદી પાર્ટી સાથે જ ચાર અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી કેટલાક ધારાસભ્યોની સંખ્યા 121 છે. જેમાં કોંગ્રેસના 114, સમાજવાદી પાર્ટીના એક, બહુજન સમાજ પાર્ટીના બે ધારાસભ્યો અને ચાર અપક્ષ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. બસપા પ્રમુખ દ્વારા પાર્ટી ધારાસભ્ય રામબાઈને સસ્પેન્ડ કર્યા બાદ આ આંકડો 120 થઈ ગયો છે. તો રાજ્યમાં ભાજપ પાસે 108 ધારાસભ્યો છે. ત્યારે આવામાં જો ભાજપ કેટલાક અન્ય ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત કરવામાં સફળ થઈ જાય તો તે અન્ય રાજ્યમાં વર્તમાન કોંગ્રેસ સરકાર માટે એક મોટું સંકટ સાબિત થઈ શકે છે.

ખાસ વાત એ છે કે મધ્યપ્રદેશના પથેરિયાથી બહુજન સમાજપાર્ટીના ધારાસભ્ય રમાબાઈ પરિહારે પાર્ટી લાઈનથી અલગ જતા આ કાયદાનું સમર્થન કર્યું હતું. રામબાઈની પાર્ટીએ કાર્યવાહી કરતા તેમને સસ્પેન્ડ કરી દિધા છે. બસપા સુપ્રીમો માયાવતીએ આ મામલે ટ્વીટ કરીને જાણકારી આપી છે.

માયાવતીએ થોડા સમય પહેલા જ ટ્વીટ કર્યું કે, બીએસપી અનુશાસિત પાર્ટી છે અને આને તોડવા પર પાર્ટીના MP/MLA સહિતના લોકો વિરુદ્ધ તરત જ કાર્યવાહી કરવામાં આવે છે. આ જ ક્રમમાં MP માં પથેરિયાથી બસપા ધારાસભ્ય રમાબાઈ પરિહાર દ્વારા CAA નો સમર્થન કરવા પર તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમના પર પાર્ટી કાર્યક્રમમાં ભાગ લેવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે.