સેનાના જવાનોને 50 વર્ષ બાદ રાશનમાં મળશે દેશી ઇનાજ

નવી દિલ્હીઃ ભારતીય સેના જવાનોના દૈનિક ભોજનમાં મિલેટ્સ (દેશી અનાજ – ખાસ કરીને બાજરો)ને એક અભિન્ન અંગ બનાવીને પ્રોત્સાહન આપી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2023ને આતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ જાહેર કરવામાં આવ્યું છે, જેના પરિપ્રેક્ષ્યમાં બાજરાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી સેનામાં જવાનોના રાશનમાં સામેલ કરવામાં આવ્યો છે. સેનાએ કહ્યું હતું કે એ ઐતિહાસિક નિર્ણય એ સુનિશ્ચિત કરશે કે ઘઉંના લોટની તરફેણમાં અન્ય ધાન્યને બંધ કરવામાં આવ્યા પછી સૈનિકોને 50 વર્ષ પછી દેશી અને પારંપરિક અનાજનો પુરવઠો પૂરો પાડવામાં આવશે.

મિલેટ્સ ત્રણ લોકપ્રિય જાત- બાજરા, જુવાર અને રાગી- સૈનિકોને આપવામાં આવશે. બાજરામાં પ્રોટીન, સૂક્ષ્મ પોષક તત્ત્વો અને ફાઇટોકેમિકલ્સનો સારો સ્રોત હોય છે, જેથી આ પ્રકારના ધાન્યથી સૈનિકોને પોષણમાં વધારો થશે.

સેના અનુસાર પારંપરિક મિલેટ્સ (બાજરો) ફૂડ આરોગ્યના લાભ સાથે ભૌગોલિક અને જળવાયુ પરિસ્થિતિઓને અનુકૂળ જીવનશૈલીની બીમારીઓને ઓછી કરવા અને સૈનિકોની સંતુષ્ટિ અને મનોબળ વધારવામાં મહત્ત્વનું પગલું હશે. સેનાએ રસોઇયાઓને તાલીમ આપવા માટે પગલાં લીધાં છે અને સંગઠિત કાર્યો બરાખખાનાઓ, કેન્ટીન અને ઘરમાં ભોજન તૈયાર કરવા માટે બજારાને સામેલ કરવા માટે બધા સંઘોને સલાહ જારી કરવામાં આવી છે.

વર્ષ 2023-24થી સૈનિકોને રાશન માટે મિલેટ અનાજ (ચોખા અને ઘઉંનો લોટ)ની સત્તાવાર પાત્રતાના 25 ટકાથી વધુ નહીં હોવાના બાજરાના લોટની ખરીદી માટે સરકારની મંજૂરી માગવામાં આવી હતી. સેનાએ કહ્યું હતું કે પૌષ્ટિક, સ્વાદિષ્ટ વ્યંજનો તૈયાર કરવા માટે રસોઇયાને તાલીમ આપવામાં આવી રહી છે. ઉત્તરીય સરહદે તહેનાત સૈનિકોને બાજરા અને સ્નેક્સ આપવા માટે વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓમાં ‘નો યોર મિલેટ’ જાગરુકતા ઝુંબેશ પણ ચલાવવામાં આવશે.