નવી દિલ્હીઃ મહિલાઓના યૌન શોષણના આરોપોનો સામનો કરી રહેલા JD (S)ના સસ્પેન્ડેડ નેતા પ્રજ્વલ રેવન્ના જર્મનીથી 35 દિવસ પછી અહીં પહોંચ્યાની થોડી મિનિટો પછી તપાસ કરી રહેલી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (SIT) ધરપકડ કરી હતી અને તેમને પૂછપરછ માટે લઈ ગઈ હતી.
સાંસદ પ્રજ્વલ રેવન્ના (33)ના પરત ફરતાં બેંગલુરુ માટે CIDની ઓફિસ લઈ જવામાં આવ્યા હતા. SIT પ્રજ્વલની પોટેન્સી (પુરુષત્વ)ની તપાસ કરવા પર પણ વિચાર કરી રહી છે. રેવન્નાએ ધરપકડથી બચવા માટે છેલ્લા પ્રયાસ રૂપે જામીન અરજી માટે કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં.
પ્રજ્વલની વિરુદ્ધ સૌન શોષણના ત્રણ કેસ નોંધાયેલા છે. જોકે તેમની માતાએ કથિત અપહરણ મામલે જામીનની વિનંતી કરી હતી.
જનતા દળ (સેક્યુલર)ના નેતા એચ. ડી. દેવેગૌડાના દોહિત અને હાસન લોકસભા ક્ષેત્રથી NDAના ઉમેદવાર પ્રજ્વલ પર મહિલાઓના યૌન શોષણનો આરોપ છે. તેમની વિરુદ્ધ અત્યાર સુધી યૌન ઉત્પીડનના ત્રણ કેસો નોંધાયા છે. આ ઉપરાંત રેવન્ના પર કેટલાય ગંભીર આરોપ લાગેલા છે. તેમના પર મહિલાઓની સાથે બળાત્કારના આરોપ તો છે, પણ એ સાથે-સાથે તેમની પર પીડિત મહિલાઓને બ્લેકમેઇલ કરવાના પણ આરોપ છે.
આ મામલામાં તેમના પિતા પણ એક આરોપી છે, પણ થોડા દિવસો પહેલાં તેમને જામીન આપવામાં આવ્યા હતા.લોકસભા ચૂંટણીમાં રેવન્નાનું આ સેક્સ કૌભાંડ મોટો મુદ્દો બની ચૂક્યો છે. વિપક્ષ દ્વારા વડા પ્રધાન મોદી અને ભાજપર હુમલા કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ આ કેસને સીધેસીધો મહિલાઓની સુરક્ષા સાથે જોડ્યો હતો.