નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં અત્યારો કોરોના વાઈરસની ચર્ચા છે. બદલાતા હવામાન અને કોરોના વાઈરસ સામે લડવા માટે તમારી બોડીને મજબૂત બનાવવી છે તો તમારી રોજિંદી લાઈફમાં જેઠી મધ(મુલેઠી)નો સમાવેશ કરી લો. મધની સાથે મુલેઠી અથવા કેન્ડીની જેમ જેઠી મધને ચુસવું તમને જાહેર સ્થળ પર કોઈપણ પ્રકારના ચેપથી બચાવી શકે છે.
બદલાતા મોસમમાં મોટાભાગના લોકોનો રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. આનું મુખ્ય કારણ સતત વધતુ-ઘટતુ તાપમાન હોય છે, જેની સાથે આપણા શરીરને સંતુલન જાળવવામાં મુશ્કેલી આવે છે. આ સ્થિતિમાં, શરીરને એક્સ્ટ્રા સપોર્ટની જરૂર હોય છે, જે તેને વધુ એનર્જી આપી શકે. જેઠી મધ એક એવી આયુર્વેદિક દવા છે, જે આપણા શરીરમાં પાવર બૂસ્ટરની જેમ કામ કરે છે…
એવું નથી કે આપણે કોઈ રોગનો ભોગ બન્યા હોય ત્યારે જ જેઠી મધનું સેવન કરવું જોઈએ. જો તમે ઇચ્છો છો કે તમે હંમેશાં સ્વસ્થ અને તંદુરસ્ત રહો, તો તમારે ચોક્કસ માત્રામાં નિયમિત રીતે જેઠી મધનું સેવન કરવું જોઈએ. જેઠી મધના સેવનથી આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત બને છે અને હાનિકારક બેક્ટેરિયા અને વાઈરસ આપણા શરીર પર ઝડપથી હુમલો નથી કરી શકતા. આ જ કારણ છે કે આરોગ્ય નિષ્ણાતો કોરોના વાયરસથી બચવા માટે જેઠી મધના સેવનની ભલામણ કરી રહ્યા છે. તે લિક્યોરસ અને લિકરિસના નામથી પણ ઓળખાય છે.
જેઠી મધ ગળા, કાન, આંખો અને નાકમાં થતાં રોગોથી સુરક્ષિત રાખે છે. સામાન્ય રીતે આપણને જે ચેપ લાગે છે તે શ્વાસ અને ગળા દ્વારા થાય છે. જેમ કે ઉધરસ, તાવ, છીંક આવવી વગેરે. આવી સ્થિતિમાં, જો તમને લાગે કે તમે કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યાં છો અને ગળા કે નાકમાં દુખાવો થઈ શકે છે, તો જેઠી મધના નાના ટુકડા પર મધ લગાવીને તેને ટોફીની જેમ ચૂસી શકો છો.
નિયમિતપણે જેઠી મધનું સેવન અસ્થમા જેવા રોગો સામે રક્ષણ આપે છે. કારણ કે તેમાં Expectorant ગુણ હોય છે. આ શરીરના હવાના માર્ગમાં કફના ઉત્સર્જનને સંતુલિત કરવાનું કામ કરે છે. આના સેવનથી વ્યક્તિ ગળામાં સોજો (બ્રોકાઈટિસ), અને અસ્થમા જેવા રોગોથી બચી શકે છે.
આ ઉપરાંત જેઠી મધનો તમારી રોજિંદી લાઈફમાં ઉપયોગ હ્રદય રોગ, અર્થરાઈટિંસ જેવી બિમારીઓથી બચાવે છે તો જેઠી મધમાં ગ્લાયસિરીઝિન અને કાર્બેનોક્સોલોન જેવા સક્રિય સંયોજનો હોવાને કારણે તેમારી પાચન શક્તિ વધારે છે.