નવી દિલ્હીઃ પંજાબમાંથી પણ ઇન્ડિયા ગઠબંધન આઉટ થઈ ગયું છે. CM અરવિંદ કેજરીવાલે એલાન કરતાં આપ પાર્ટીએ બધી સીટો પર ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે. આ પહેલાં CM ભગવંત માને પણ આવું નિવેદન કર્યું હતું. આ પહેલાં બિહારના CM નીતીશકુમાર ઇન્ડિયા ગઠબંધનનો સાથ છોડી ચૂક્યા છે. એ પછી TMC કોંગ્રેસપ્રમુખ મમતા બેનરજીએ પણ બંગાળમાં એકલા ચૂંટણી લડવાનું એલાન કરી ચૂક્યાં છે.
મુખ્ય મંત્રી કેજરીવાલે કહ્યું હતું કે આજે હું ફરીથી હાથ જોડીને તમારો આશીર્વાદ ઇચ્છું છું. બે મહિના પછી લોકસભા ચૂંટણી થશે. પંજાબમાં 13 લોકસભાની સીટો છે. એક ચંડીગઢમાં છે. કુલ 14 સીટ થશે.કેજરીવાલે કહ્યું હતું કે આવનારા 15 દિવસોમાં તમે આપ પાર્ટી 14 સીટો પર ઉમેદવારોની જાહેરાત કરશે. હું તમને વિનંતી કરું છું કે જે રીતે તમે બે વર્ષ પહેલાં અમને આશીર્વાદ આપ્યા હતા, એ જ રીતે આ બધી 14 સીટો પર પાર્ટીને જીત અપાવજો.
ઇન્ડિયા ગઠબંધનમાં આ પહેલાં પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હરિયાણા અને પંજાબમાં સીટ વહેંચણીને લઈને સહમતી નથી બની. UPમાં અખિલેશે પોતાની રીતે કોંગ્રેસને 11 સીટો આપી છે, પણ કોંગ્રેસે એ બાબતે હજી સ્પષ્ટતા નથી કરી. હરિયાણામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના રસ્તા અલગ કરી લીધા છે અને જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના વલણથી મહેબૂબા મુફ્તી નારાજ છે.