સૂર્યનગરી-એક્સપ્રેસના 11 ડબ્બા ખડી પડ્યા; જાનહાનિ નથી

પાલી (રાજસ્થાન): મુંબઈના બાન્દ્રાથી રાજસ્થાનના જોધપુર જતી સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના 11 ડબ્બા આજે વહેલી સવારે 3.27 વાગ્યે જોધપુર વિભાગના રાજકીયઆવાસ-બોમાદડા સ્ટેશનો વચ્ચે ખડી પડ્યા હતા. આ સ્ટેશનો પાલી શહેર નજીક આવેલા છે. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ 10 જણ જખ્મી થયાં છે.

ઉત્તર પશ્ચિમ રેલવેના ચીફ પીઆરઓનું કહેવું છે કે અકસ્માત સ્થળે બચાવ કાર્ય ચાલુ છે. જોધપુરથી એક રાહત ટ્રેન મોકલવામાં આવી છે. ડીરેલમેન્ટને કારણે ટ્રેનના 11 ડબ્બાઓને માઠી અસર પડી છે. અટવાઈ ગયેલાં પ્રવાસીઓ એમનાં મુકામે પહોંચી શકે એ માટે બસની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]