નવી દિલ્હીઃ દેશ આજે 74મો પ્રજાસત્તાક દિન ઊજવી રહ્યો છે. હાલ કર્તવ્ય પથ દેશના સૈન્ય કૌશલ, સાંસ્કૃતિક વિવિધતા અને અનેક પહેલોનો સાક્ષી બની રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિન સમારોહમાં દેશનું નેતૃત્વ કરી રહ્યો છે. આ વખતે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સિસી પરેડમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા છે. એવું પહેલી વાર થયું છે કે ઇજિપ્તના કોઈ નેતાને ભારતે પ્રજાસત્તાક દિને આમંત્રિત કર્યા હોય. અલ-સિસી ચાર દિવસીય ભારતની મુલાકાતે છે.
New Delhi: Prime Minister Narendra Modi with Chief of Defence Staff General Anil Chauhan pays homage at the National War Memorial on the occasion of 74th Republic Day in New Delhi on Thursday, January 26, 2023. (Photo:IANS/Video Grab)પ્રજાસત્તાક દિનની પરેડમાં 27 ઝાંખીઓ દેશની ખૂબસૂરતી અને સશક્ત ભારતની ઝલક રજૂ કરી રહી છે. 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તેમની ઝાંખીઓ રજૂ કરશે. આ સિવાય મંત્રાલયની છ ઝાંખીઓ અને સંરક્ષણ મંત્રાલયની ચાર ઝાંખીઓ ઊતરશે. પરેડમાં ન્યુ ઇન્ડિયાની ઝલક દેખાશે. એ સાથે સ્વદેશી સૈન્ય પરાક્રમ અને નારીશક્તિનું પ્રદર્શન થશે.
गणतंत्र दिवस की ढेर सारी शुभकामनाएं। इस बार का यह अवसर इसलिए भी विशेष है, क्योंकि इसे हम आजादी के अमृत महोत्सव के दौरान मना रहे हैं। देश के महान स्वतंत्रता सेनानियों के सपनों को साकार करने के लिए हम एकजुट होकर आगे बढ़ें, यही कामना है।
Happy Republic Day to all fellow Indians!
— Narendra Modi (@narendramodi) January 26, 2023
રાજ્યોની ઝાંખીઓમાં સાંસ્કૃતિક વિવિધતા દેખાશે. એ સાથે એર ફોર્સનાં 50 વિમાન પરાક્રમ દેખાડશે. પંરપરા અનુસાર રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવશે. ત્યાર બાદ 21 તોપોની સલામીની સાથે રાષ્ટ્રીગીત થશે. પહેલી વાર 21 તોપોની સલામી 105 મિમીની ભારતીય ફીલ્ડ ગનથી આપવામાં આવશે.
આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ આપી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે પ્રજાસત્તાક દિવસની બહુબધી શુભકામનાઓ. આ વખતે આ પ્રસંગ વિશેષ છે, કેમ કે આપણે આઝાદીના અત મહોત્સવ ઊજવી રહ્યા છે. દેશના મહાન સ્વતંત્રતાસેનાનીઓનાં સપનાંને સાકાર કરવા માટે આપણે એકજુટ થઈને આગળ વધીએ. Happy Republic Day to fellow Indians.