મધ્યપ્રદેશમાં વિદ્યાર્થીઓને એક જ સીરિંજથી રસી આપી

ભોપાલ: મધ્યપ્રદેશના સાગર શહેરની એક ખાનગી શાળામાં કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમ દરમિયાન ૩૯ સ્કૂલ વિદ્યાર્થીઓને એક જ સીરિંજથી રસી આપવાની ચોંકાવનારી ઘટના બની છે. આ ભયંકર ભૂલ બદલ વેક્સિનેટર સામે પોલીસે એફઆઈઆર ફરિયાદ નોંધી છે.


માતાપિતા તથા વાલીઓને આ વાતની ખબર પડતાં જ એમણે આ ગંભીર બેદરકારી બદલ જોરદાર રીતે વિરોધ નોંધાવ્યો હતો અને ચિંતા વ્યક્ત કરી હતી. એને પગલે પોલીસે વેક્સિનેટર સામે એફઆઈઆર નોંધી તપાસ આદરી છે.