નવી દિલ્હીઃ ઇન્ડિયન એરફોર્સનાં 39 નવા સેના એરપોર્ટો અને નવ એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ નાગરિક ઉડ્ડયન સેવા માટે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એમાંથી દેશના દૂરસુદૂર સરહદી વિસ્તારોમાં સ્થિત એરપોર્ટ પણ સામેલ છે. એરફોર્સની આ પહેલને સરકારે સામાન્ય લોકો માટે એર સેવા સુગમ બનાવવા અને અંતરિયાળ વિસ્તારોને હવાઇ નકશામાં સામેલ કરવાની દિશામાં મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. આ યોજનાને સંરક્ષણ મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) મળીને સાકાર સ્વરૂપ આપશે. એરફોર્સની પાસે હાલ કુલ 124 એરબેઝ છે, એમાં 60 પૂરી રીતે ઓપરેશનલ છે. આ સેનાના એરપોર્ટનો ઉપયોગ કરવામાં આવશે. એનો અર્થ એ છે કે નાગરિક ઉડ્ડયનની સાથે જ એરફોર્સ પણ એનો ઉપયોગ કરશે. હજી 23 એવાં સેનાના એરપોર્ટ છે, જેનો ઉપયોગ નાગરિક ઉડ્ડયન માટે પહેલેથી કરવામાં આવી રહ્યો છે, એમાં ગોવા, ગોરખપુર, આદમપુર, દરભંગા, સરવાસા, કાનપુર, ઉત્તરલાઇ અને બાગડોગરા મુખ્ય છે.
અગ્નિવીર ભરતીઃ 17થી 31 માર્ય સુધી અરજી કરી શકાશે
ભારતીય એરફોર્સમાં સામેલ થવાની ઇચ્છા ધરાવતા યુવાઓ માટે સારા સમાચાર છે. અગ્નિવીર વાયુ ભરતીની અરજી પ્રક્રિયા 17 માર્ચથી શરૂ થઈ રહી છે. જે 31 માર્ચ સુધી ચાલશે. એ દરમ્યાન ભારતીય એરફોર્સની વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકાશે.