લિકર કેસમાં કે. કવિતાની અરજી પર સુપ્રીમમાં થશે સુનાવણી

નવી દિલ્હીઃ દિલ્હીના લિકર કેસના મામલામાં તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ (KCR)ની પુત્રી કે. કવિતાની અરજી કરવા માટે સુપ્રીમ કોર્ટ રાજી થઈ ગઈ છ. મુખ્ય જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિંહાની બેન્ચે કે. કવિતાની દલીલોને ધ્યાનમાં રાખતાં 24 માર્ચે અરજી પર સુનાવણી કરવા માટે સહમતી જણાવી છે.

11 માર્ચે BRS નેતા કે. કવિતા નિવેદન નોંધાવવા માટે ED સામે હાજર થઈ હતી. એજન્સીએ આઠ કલાક પૂછપરછ કરી અને એક કલાક લન્ચ માટે સમય આપ્યો હતો. જોકે EDએ તેમને 16 માર્ચે ફરીથી હાજર થવા માટે સમન્સ આપ્યા હતા.

કે. કવિતાના વકીલે અરજીની તત્કાળ સુનાવણીની માગ કરતાં કહ્યું હતું કે શું કોઈ મહિલાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસમાં બોલાવી શકાય છે? એ સાથે કહ્યું હતું કે એ સંપૂરણ રીતે કાયદાની વિરુદ્ધ છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યાનુસાર કે. કવિતાએ ગયા સપ્તાહે ED ઓફિસમાં નવ કલાક દરમ્યાન વેપારી અરુણ રામચંદ્રન પિલ્લઇનાં નિવેદનોનો સામનો કર્યો હતો. પિલ્લઇને લિકરે કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

EDનાં સૂત્રોનું કહેવું છે કે કવિતાની સામે પર્યાપ્ત પુરાવા છે અને તેઓ આ કૌભાંડમાં સામેલ હતાં. કમસે કમ ત્રણ આરોપીઓ અને સંદિગ્ધોએ પોતાનાં નિવેદનોમાં કવિતા સામેલ હોવાનો દાવો કર્યો હતો.

લિકર કેસમાં કેવી રીતે ફસાયાં કે. કવિતા?

દિલ્હીના લિકર કેસમાં તેલંગાણાના મુખ્ય પ્રધાનનાં પુત્રી કે કવિતા ફસાઈ ગયાં છે.  ગયા વર્ષે ડિસેમ્બરમાં EDના અમિત અરોડાની રિમાન્ડ રિપોર્ટમાં જણાવ્યું હતું કે આપ નેતાઓદ્વારા વિજય નાયર અને અન્ય લોકોને સાઉથ ગ્રુપે રૂ. 100 કરોડની લાંચ આપી હતી. EDએ ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે કવિતાના ગ્રુપે વિજય નાયરને રૂ. 100 કરોડની લાંચ આપી હતી.