કોલકાતાઃ બોલીવુડ અભિનેતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા મિથુન ચક્રવર્તીએ એવો દાવો કર્યો છે કે પશ્ચિમ બંગાળમાં શાસક તૃણમુલ કોંગ્રેસ પાર્ટીના 21 વિધાનસભ્યો ભાજપમાં જોડાવા માટે પોતાના સંપર્કમાં છે. ચક્રવર્તીએ ગયા જુલાઈ મહિનામાં પણ આવું જ નિવેદન કર્યુું હતું અને ગઈ કાલે પત્રકાર પરિષદમાં એમણે તે દાવો દોહરાવ્યો હતો. એ વખતે એમણે એમ કહ્યું હતું કે ટીએમસીનાં 38 વિધાનસભ્યો પોતાના સંપર્કમાં છે. આ વખતે એમણે 21નો આંકડો આપ્યો છે.
પત્રકારોના સવાલના જવાબમાં ચક્રવર્તીએ કહ્યું કે, ‘થોડીક રાહ જુઓ. મેં અગાઉ જે કહ્યું હતું એને આજે પણ દોહરાવું છું. ટીએમસીના નેતાઓને સામેલ કરવાના મામલે અમારી પાર્ટીમાં વાંધો ચાલે છે. અમારા ઘણા નેતાઓનું કહેવું છે કે આપણે સડેલા બટેટા લઈશું નહીં.’
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)