અનકાપલ્લીમાં ફાર્મા કંપનીમાં વિસ્ફોટથી 17 લોકોનાં મોત

નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશના અનકાપલ્લી જિલ્લામાં બુધવારે એક ફાર્મા યુનિટમાં રિએક્ટર વિસ્ફોટમાં 17 મજૂરોનાં મોત થયાં છે અને 50 અન્ય ઘાયલ થયા છે. અચુતાપુરમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં દવા કંપની એસિએન્ટિયામાં લન્ચ બ્રેક દરમ્યાન એ વિસ્ફોટ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે લંચ બ્રેક દરમ્યાન કંપનીના વિસ્ફોટ થયા બાદ ભીષણ આગ લાગી હતી.

રાજ્યના CM એન. ચંદ્રબાબુ નાયડુએ વિશાખાપટ્ટનમમાં ફાર્મા એકમમાં આગ લાગવાની ઘટનામાં તેઓ ઘાયલ થયેલા લોકોને મળશે અને એ પછી તેઓ દુર્ઘટનાસ્થળની મુલાકાત લેશે.

તેઓ સત્તાવાર ક્રાર્યક્રમ અનુસાર બંદરગાહ શહેર વેંકોઝીપાલેમના એક ખાનગી હોસ્પિટલમાં સારવાર કરી રહેલા ઇજાગ્રસ્ત શ્રમિકો અને મેડિકલ ટીમોની સાથે વાતચીત કરશે. ત્યાર બાદ CM એસિએન્ટિયા એડવાન્સ્ડ સાયન્સિઝ પ્રાઇવેટ લિ.ની મુલાકાત લેશે.

કંપનીના કર્મચારીએ આ અંગે સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ફાઈટર કંપનીની અંદર ફસાયેલા લોકોને બચાવવામાં વ્યસ્ત છે. આ અકસ્માતમાં ઘાયલ લોકોને NTR હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘણા ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે.

આ પહેલાં વડા પ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ દુર્ઘટનામાં લોકોનાં મોતથી દુખી છે. PMOના જણાવ્યાનુસાર વડા પ્રધાને મૃતકોના પરિવારજનોને રૂ. બે લાખ આપવાની ઘોષણા કરી હતી. ગૃહ મંત્રી વાંગલાપુડી અનિતાએ જિલ્લા કલેક્ટર અને SP ને વિસ્ફોટના સ્થળની મુલાકાત લેવા અને ઘાયલ લોકોને સારી સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.