કોરોનાના 15,158 નવા કેસ, 175નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.05 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 15,158 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 175 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,05,42,841 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,52,093 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,01,79,715  લોકો માત આપી ચૂક્યા છે.  પાછલા 24 કલાકમાં 16,977 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,11,033એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.53 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.44 ટકા થયો છે.

દેશમાં રસીકરણનો પ્રારંભ

ભારતમાં આજે દુનિયાના અત્યાર સુધીના સૌથી મોટા રસીકરણની શરૂઆત થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચુઅલ સંબોધન દ્વારા કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી. મોદીએ કહ્યું હતું કે કોરોના રસી વિકસિત કરવા માટે વૈજ્ઞાનિકોએ તનતોડ મહેનત કરી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.