આંધ્ર પ્રદેશમાં મિની બસ-ટ્રક અથડાઈઃ 14-બસપ્રવાસીનાં મરણ

કુર્નૂલ (આંધ્ર પ્રદેશ): આજે સવારે કુર્નૂલ જિલ્લામાં મદાપુરમ વિસ્તાર નજીક નેશનલ હાઈવે પર એ મિની બસ સાથે એક લોરી અથડાતાં 14 જણનાં કરૂણ મરણ નિપજ્યા છે. અન્ય ચાર જણને ઈજા થઈ છે, જેમાંના બે જણની હાલત ગંભીર છે.

બસપ્રવાસીઓ ચિત્તુર જિલ્લામાંના મદનાપલ્લેથી રાજસ્થાનમાં અજમેર દરગાહ તરફ જતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. મૃતકોમાં આઠ મહિલા, પાંચ પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે. મિની બસમાં કુલ 18 પ્રવાસીઓ હતા.