મુંબઈઃ ગણેશોત્સવ વખતે મહારાષ્ટ્રભરમાંથી કોંકણ પટ્ટાવિસ્તારની યાત્રાએ જતા ભક્તોના વાહનોને જેમ ટોલ-માફી સુવિધા આપવામાં આવી છે તેવી જ રીતે હવે પંઢરપૂરમાં અષાઢી એકાદશી ઉજવણી માટે જતા વારકરી ભક્તોના વાહનોને ટોલ ચૂકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ટ્વીટ કરીને આની જાહેરાત કરી છે.
આ જાહેરાતને પગલે પંઢરપૂરની જાત્રાએ જતા હજારો ભક્તોને મોટી રાહત થશે. ટોલમાફીનો લાભ લેવા માટે ભક્તોએ એમના વાહનો પર સંબંધિત સ્ટિકર્સ ચોંટાડવાનું ફરજિયાત રહેશે. તે સ્ટિકર્સ લગાડવા માટે આરટીઓ અધિકારી અને પોલીસ વિભાગમાં નોંધણી કરાવવી આવશ્યક રહેશે.