મુંબઈઃ મહારાષ્ટ્રમાં 18-44 વયજૂથનાં લોકો માટે કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીકરણ ઝુંબેશને સ્થગિત કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે કહ્યું કે રાજ્યમાં રસીની સપ્લાય સરળ ન હોવાને કારણે રસીકરણ ઝુંબેશને સ્થગિત કરવી પડી છે.
ઠાકરેએ બાળરોગોના નિષ્ણાત ડોક્ટરો સાથેના સંવાદ દરમિયાન કહ્યું હતું કે મને આશા છે કે જૂન મહિનાથી રસીઓનું ઉત્પાદન વધશે એટલે આપણે રાજ્યમાં 24-કલાક રસીકરણ ઝુંબેશ ચાલુ રાખી શકીશું.