કેન્દ્રીય બજેટ-2021 વિશે આર્થિક જગતના વિવિધ નિષ્ણાતોએ chitralekha.com ને એમના મંતવ્ય, અભિપ્રાય આપ્યા છે.
‘બજેટને હું દસમાંથી સાડા નવ માર્ક આપું છું’
ગયું નાણાકીય વર્ષ કટોકટીપૂર્ણ રહ્યું તેમ છતાં આ બજેટ વિશાળ વિઝન સાથે રજૂ થયું છે. કોઈ નવા વેરાઓ કે લેવીઓ નથી એટલે બજેટને હું 10માંથી સાડા નવ માર્ક આપું છું. એફપીઆઈઝ (FPI), એનઆરઆઈઝ(NRI), ઈન્વઆઈટીસ (ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ) અને આરઈઆઈટીઝ (રિઅલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ) ના વેરાના માળખાને વધુ તર્કસંગત બનાવાયું હોવાથી ભારતમાં વધુને વધુ મૂડી આકર્ષાશે. કોન્સોલિડેટેડ સિક્યુરિટીઝ માર્કેટ એક્ટ, ડોમેસ્ટિક ગોલ્ડ એક્સચેન્જ રેગ્યુલેટર, એલઆઈસી આઈપીઓ, અન્ય પીએસયુ ડિસ્ઈન્વેસ્ટમેન્ટ વિકાસને વેગ આપવા માટેનો અને મૂડીસર્જન માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટેનો સુસ્પષ્ટ માર્ગ દર્શાવવામાં આવ્યો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ધિરાણ માટે ઝીરો કૂપન બોન્ડ્સ મૂડીના પ્રવાહને વધારશે અને રાષ્ટ્ર ઘડતરમાં મૂડીબજારની ભૂમિકાને વિસ્તારશે.
