વીમા ક્ષેત્રને અપાયું પ્રોત્સાહનઃ પ્રત્યક્ષ વિદેશી રોકાણની મર્યાદા ૪૯%થી વધારીને ૭૪% કરાઈ

સરકારે દેશના વીમા ક્ષેત્રમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ માટેની મર્યાદા હાલના ૪૯ ટકાથી વધારીને ૭૪ ટકા કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ પગલાને કારણે દેશમાં વીમા ક્ષેત્રને પ્રોત્સાહન મળશે અને વધુ લોકો નાણાકીય સુરક્ષાકવચ પ્રાપ્ત કરી શકશે.

નાણાપ્રધાને જાહેર કર્યા મુજબ વિદેશી રોકાણ ધરાવતી વીમા કંપનીઓના મોટાભાગના ડિરેક્ટરો તથા મુખ્ય સંચાલકો રહેવાસી ભારતીયો હોવા આવશ્યક છે. આ કંપનીઓમાં ઓછામાં ઓછા ૫૦ ટકા ડિરેક્ટરો ઇન્ડિપેન્ડન્સ ડેિરેક્ટરની ભૂમિકામાં રહેશે. આ કંપનીઓના નફાનો નિશ્ચિત ભાગ જનરલ રિઝર્વ તરીકે રાખવાનો રહેશે.