One Person Company માટે પરવાનગીઃ સ્ટાર્ટઅપ્સ, ઈનોવેટર્સને ફાયદો

દેશમાં નવા ઉદ્યમો અને ઉદ્યમીઓને પ્રોત્સાહન આપવા માટે સરકારે one person company (વન પર્સન કંપની)ની અર્થાત્ એક વ્યક્તિ પણ કંપની સ્થાપી શકે એવી જોગવાઈ નાણાકીય વર્ષ 2021-22ના બજેટમાં કરી છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યા મુજબ આ કંપનીઓ પેઇડ અપ કૅપિટલ અને ટર્નઓવર બાબતે કોઈપણ મર્યાદા રાખ્યા વગર વિકસી શકશે અને કોઈપણ સમયે તેનું રૂપાંતર અન્ય પ્રકારની કંપનીમાં કરી શકાશે. બિન-રહીશ ભારતીયો પણ આ કંપની સ્થાપી શકશે અને એ માટે ભારતીય નાગરિક તરીકેની તેમની રહેવાસની મર્યાદા 182 દિવસથી ઘટાડીને 120 દિવસની કરવામાં આવી છે.