વિરુષ્કાએ પુત્રીનું નામ ‘વામિકા’ રાખ્યું. જાણો અર્થ…

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી હાલમાં માતા-પિતા બન્યા છે. અનુષ્કાએ 11 જાન્યુઆરી, 2021એ પુત્રીને જન્મ આપ્યો છે. અનુષ્કા અને વિરાટે બેબીનું નામ ‘વામિકા’ પાડ્યું છે. લોકોને વિરાટ-અનુષ્કની બેબીનું નામ ઘણું પસંદ પડી રહ્યું છે. સોશિયલ મિડિયા પર બેબી ગર્લનું નામ પણ ટ્રેન્ડ કરી રહ્યું છે.

વામિકાનો અર્થ આ રહ્યો

વિરાટ-અનુષ્કાની બેબીનું નામ ‘વામિકા’ છે. એટલે કે દેવી દુર્ગા. ‘વામિકા’- માતા દુર્ગાના રૂપને કહેવામાં આવે છે. એ ખાસ કરીને ભગવાન શિવના સાથી એટલે જીવનસાથી માટે પ્રયોગ થાય છે. તેમણે તેમની પુત્રીનો ફોટો શેર કર્યો હતો. સોશિયલ મિડિયા પર ફોટો આવતાં એ વાઇરલ થઈ ગયો છે. કેટલીક મિનિટોમાં બેબી ગર્લની સાથે વિરાટ-અનુષ્કાનો ફોટો છ લાખથી વધુ લોકોએ પસંદ કર્યો હતો. ફોટો પર ફેન્સ પર ખૂબ પ્રતિક્રિયા આવી રહી છે. ફેન્સ બેબી ગર્લને ઘણુંબધું વહાલ અને આશીર્વાદ આપી રહ્યા છે.

અનુષ્કા શર્માએ ટ્વીટ કરતાં લખ્યું હતું કે અમે જિંદગી પ્રેમ અને કૃતજ્ઞતા સાથે જીવી રહ્યા છીએ, પણ જ્યારથી જીવનમાંમ આ નાની ‘વામિકા’ આવી છે, ત્યારથી તેણે અમારી જિંદગીમાં એક વળાંક આપ્યો છે. ક્યારેક-ક્યારેક માત્ર થોડી વાર આંસુ, હાસ્ય, ચિંતા અને આનંદ જેવી લાગણીઓનો અનુભવ થાય છે. ‘વામિકા’નો અર્થ દુર્ગા થાય છે.