જૂનાં વાહનોને ભંગારમાં કાઢી નાખવા માટેની સ્વૈચ્છિક નીતિ જાહેર

નાણાપ્રધાન નિર્મલા સીતારામને જૂનાં અને પ્રદુષણ કરનારાં વાહનો વપરાશમાંથી દૂર કરવા માટેની વોલન્ટરી વેહિકલ સ્કેપિંગ નીતિ જાહેર કરી છે. આ સ્વૈચ્છિક નીતિ મુજબ વ્યક્તિગત વપરાશનાં વાહનોની 20 વર્ષ પછી અને કોમર્શિયલ વાહનોની 15 વર્ષ પછી ફિટનેસ ટેસ્ટ કરાવવી પડશે.

આ નીતિ દ્વારા દેશના ઑટો ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનું પગલું ભરવામાં આવ્યું છે. સાથે સાથે ઈલેક્ટ્રિક વાહનો પણ દેશમાં વપરાશમાં આવે એ દિશામાં કદમ ઉઠાવવામાં આવ્યું છે.

ગયા સપ્તાહે કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જાહેર કર્યું હતું કે સરકારી ખાતાં તથા જાહેર ક્ષેત્રની કંપનીઓનાં 15 વર્ષ કરતાં વધુ જુના વાહનો કાઢી નાખવા માટેની નીતિ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે અને તેનો અમલ 1 એપ્રિલ 2022થી કરવામાં આવશે. સરકારે આ નીતિને મંજૂરી આપી દીધી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]