દેશના પ્રથમ કાગળરહિત બજેટનું નાણાંપ્રધાને કર્યું ટેબલેટ પરથી વાંચન

ડિજિટલ ઇન્ડિયામાં ઘણું મહત્ત્વપૂર્ણ કહી શકાય એવું પગલું નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગઈકાલે કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે ભર્યું હતું.

આ વખતે એટલે કે નાણાકીય વર્ષ 21-22નું બજેટ કાગળ છાપવાને બદલે ડિજિટલ સ્વરૂપમાં ઓનલાઇન મૂકવામાં આવ્યું છે. નાણાપ્રધાને બજેટનું ભાષણ પરંપરાગત રીતે પુસ્તિકામાંથી વાંચવાને બદલે ટેબલેટ પરથી વાંચ્યું હતું. આ બજેટ સંસદસભ્યો ઉપરાંત જાહેર જનતાને ઓનલાઇન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]