પેટ્રોલ-ડીઝલ, સોનું અને અમુક આયાતી કૃષિ પેદાશો પર સેસ લાદવાનો નિર્ણય

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાપ્રધાને બજેટમાં જાહેર કર્યા મુજબ પેટ્રોલ, ડીઝલ, સોનું તથા કેટલીક આયાતી કૃષિપેદાશો પર સેસ લાદવામાં આવશે. આ સેસને એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઍન્ડ ડેવલપમેન્ટ સેસ એવું નામ આપવામાં આવ્યું છે.દેશમાં આર્થિક વૃદ્ધિને વેગ આપવાની દૃષ્ટિએ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અગત્યનો હોઈ આ પગલું ભરવામાં આવ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. 

બજેટના દસ્તાવેજોમાં જણાવાયા મુજબ પેટ્રોલ પર પ્રતિ લીટર 2.5 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લીટર 4 રૂપિયા સેસ લાગુ કરવામાં આવ્યો છે. 

એ ઉપરાંત સોનુ અને ચાંદીની આયાત પર 2.5 ટકાની સેસ લાગુ કરવામાં આવશે.

આલ્કોહોલિક પીણાં પર 100 ટકા, ક્રૂડ પામ તેલ પર 17.5 ટકા સફરજન પર 35 ટકા, કોલસો લિગ્નાઇટ અને પીટ પર 1.5 ટકા, યુરિયા સહિતના ખાતર પર 5 ટકા અને કપાસ પર 5 ટકાની સેસ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

પેટ્રોલ અને ડિઝલના રીટેલ ભાવમાં છેલ્લા અનેક દિવસોથી થઈ રહેલા સતત વધારાથી જનતા પરેશાન છે.  આ બંનેના ભાવ ગયા જાન્યુઆરીમાં 10 ગણા વધ્યા હતા. પેટ્રોલમાં પ્રતિ લીટર રૂ. 2.59 અને ડિઝલમાં પ્રતિ લીટર રૂ. 2.61 વધ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]