મુંબઈઃ મોબાઈલ ફોન પર ઈન્ટરનેટ વાપરતી વખતે સ્ક્રીન પર અવારનવાર અચાનક આવી પડતી કમર્શિયલ જાહેરખબરોને કારણે સર્ફિંગની મજા મરી જતી હોય છે. એમને સ્ક્રીન પરથી હટાવવી કઠિન હોય છે. પરંતુ, એક ઉપાય દ્વારા તમે આ જાહેરખબરોથી છુટકારો મેળવી શકો છો.
જાહેરખબરો બંધ કરવા માટે તમારે કોઈ એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી. સ્માર્ટફોનમાંના સેટિંગ્સ દ્વારા જ તમે જાહેરખબરો દેખાતી બંધ કરી શકો છો. iOS ફોનમાં જાહેરખબરો બંધ કરવા માટે અલગ એપ ડાઉનલોડ કરવી પડે છે.
સ્માર્ટફોન માટેઃ સેટિંગ્સ પર ક્લિક કરો.
તે પછી Private DNS સર્ચ કરો. એમાં તમને ત્રણ પર્યાય દેખાશે.
Off, ઓટોમેટિક અને પ્રાઈવેટ ડીએનએસ. એમાં તમે પ્રાઈવેટ ડીએનએસ પર ક્લિક કરો.
એમાં તમે વિન્ડોમાં dns.adguard.com ટાઈપ કરો. હવે save કરો. તમને હવે જાહેરખબરો દેખાશે નહીં.
સેટિંગ્સમાં આ ફેરફાર કર્યા બાદ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં કોઈ પણ વેબસાઈટ ઉઘાડી જુઓ. એમાં તમને જાહેરખબરની જગ્યાએ ખાલી જગ્યા જોવા મળશે. જોકે ફેસબુક અને યૂટ્યૂબ પર તમને જાહેરખબર જોવા મળી શકે છે, કારણ કે આ પ્રક્રિયા માત્ર સ્માર્ટફોન માટે જ છે.