થાણેઃ મુંબઈની પડોશના થાણે જિલ્લાની એક કોર્ટે સત્તાવાળાઓ પાસેથી પરવાનગી મેળવ્યા વગર ગ્રાહકોને શરાબ પીરસવા બદલ ભિવંડી શહેરની બે હોટેલના માલિકોને પ્રત્યેકને રૂ. 27,000નો દંડ ફટકાર્યો છે.
રાજ્ય સરકારના એક્સાઈઝ વિભાગના અધિકારીઓએ ભિવંડી અને કોણાગાંવમાંની બે હોટેલ પર દરોડો પાડ્યો હતો અને ત્યાં કુલ 9 ગ્રાહકોને પરવાનગી વગર શરાબ પીરસવામાં આવતાં એમની સામે કેસ નોંધ્યો હતો. બાદમાં હોટેલના માલિકોને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. સુનાવણી બાદ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટે બંનેને મહારાષ્ટ્ર દારૂબંધી કાયદા હેઠળ ગુનાઓ માટે કસુરવાર ગણ્યા હતા અને બંનેને દંડ ફટકાર્યો હતો.