કોરોનાઃ કફ પરેડમાં મેકર-ટાવર્સની B-વિન્ગ સીલ કરાઈ

મુંબઈઃ શહેરમાં કોરોનાવાઈરસના કેસો ભયજનક રીતે વધી રહ્યા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ ફરીવાર મકાનોને સીલ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. દક્ષિણ મુંબઈના કફ પરેડ વિસ્તારમાં કમર્શિયલ ઓફિસો ધરાવતા મેકર ટાવર્સમાં આજે કોવિડ-19ના અનેક કેસ નોંધાતાં મહાપાલિકાએ આ ઈમારતની બી-વિન્ગને સીલ કરી દીધી છે.

મુંબઈમાં ગઈ કાલે એક જ દિવસમાં કોરોનાના નવા 5,394 કેસ નોંધાયા હતા. આ સાથે, શહેરમાં કોરોના-કેસોની કુલ સંખ્યા 4,14,714 પર પહોંચી ગઈ છે. આ મહાબીમારીને કારણે શહેરમાં મૃત્યુ પામેલાઓનો આંક વધીને 11,686 થયો છે. બીએમસીના જણાવ્યા મુજબ, મુંબઈમાં કોરોનાના 51,411 સક્રિય દર્દીઓ છે. શહેરમાં હાલ નાઈટ-કર્ફ્યૂ પણ લાગુ કરવામાં આવેલો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]