મુંબઈઃ પોર્નોગ્રાફિક ફિલ્મો કથિતપણે બનાવી એનું વિતરણ કરવાના એક કેસના સંબંધમાં પકડાયેલા બિઝનેસમેન રાજ કુન્દ્રાની પોલીસ કસ્ટડીની મુદતને સ્થાનિક મેજિસ્ટ્રેટ કોર્ટે 27 જુલાઈ સુધી લંબાવી છે. કેસમાં તપાસ કરવા માટે કુન્દ્રાની હજી જરૂર છે. એ સહકાર આપતા નથી, તેથી એમની કસ્ટડી-મુદત લંબાવવી જોઈએ એવી રજૂઆત પોલીસે મેજિસ્ટ્રેટ સમક્ષ કરી હતી. મેજિસ્ટ્રેટે પોલીસની દલીલને માન્ય રાખી હતી.
પોલીસની એવી દલીલ હતી કે એમને શંકા છે કે પોર્નોગ્રાફી દ્વારા કમાયેલા નાણાંનો ઉપયોગ ઓનલાઈન સટ્ટાખોરી (બેટીંગ) પ્રવૃત્તિઓમાં પણ કરવામાં આવી રહ્યો છે. તેથી રાજ કુન્દ્રાના યસ બેન્ક તથા યૂનાઈટેડ બેન્ક ઓફ આફ્રિકામાં ખોલાવેલા ખાતાઓની તપાસ કરવાની જરૂર છે.