2017માં ત્રાસવાદી હુમલાઓ કરતાં રસ્તાઓ પરના ખાડાથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા

મુંબઈ – ગયા વર્ષે દેશભરમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે માર્યા ગયેલાઓનો આંકડો 3,597 હોવાનું માલુમ પડ્યું છે.

રાજ્યો તરફથી ઉપલબ્ધ માહિતીના આધારે આ ચોંકાવનારી વાત જાણવા છે.

ગયા વર્ષે ત્રાસવાદી હુમલાઓને કારણે થયેલા મરણનો આંક 803 હતો. જ્યારે ખાડાઓને કારણે થયેલા અકસ્માતોએ 3,597 જણના જાન લીધા હતા.

આ બનાવોમાં, ઉત્તર પ્રદેશ રાજ્ય 987 મૃત્યુ સાથે સૌથી મોખરે રહ્યું હતું.

ત્યારબાદના નંબરે મહારાષ્ટ્ર આવે છે, જ્યાં 726 જણના મરણ નિપજ્યા હતા.