મુંબઈઃ બુધવારે બોમ્બે હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવી છે, જેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના CEO અદાર પૂનાવાલા અને તેમના પરિવાર માટે Z પ્લસ સુરક્ષાની માગ કરવામાં આવી છે. અરજીકર્તાએ કહ્યું હતું કે મિડિયા અહેવાલો અનુસાર પૂનાવાલાને જે ધમકીઓ આપવામાં આવી છે, એને ધ્યાનમાં રાખતાં તેમને અને તેમના પરિવારને Z પ્લસ સુરક્ષા અપાવવી જોઈએ અને તેમની સંપત્તિનું જોખમ સામે રક્ષણ કરવું જોઈએ.
અરજીકર્તાએ કોર્ટને એ પણ વિનંતી કરી હતી કે તેમની ફરિયાદને આધારે સરકાર અમને પુણે પોલીસ કમિશનરને આ મામલમાં FIR નોંધવા આદેશ આપવામાં આવે. જ્યાં સુધી તેમની અરજી પર આદેશ ના આવે, ત્યાં સુધી પૂનાવાલા અને તેમના પરિવારને પૂરતી સુરક્ષા આપવામાં આવે. સીરમ સંસ્થા અને અન્ય સંપત્તિની સુરક્ષા માટે પોલીસને તહેનાત કરવાની માગ કરવામાં આવી હતી.
બીજી મેએ લંડનના એક ન્યૂઝપેપરમાં પૂનાવાલાને કોવિડ-19ની રસીને ત્વરિત વિતરણ કરવાની માગ કરતા રાજકારણીઓ અને શક્તિશાળી પુરુષ દ્વારા તેમને ધમકી મળી હતી, જેની ફરિયાદ કરવામાં આવી હતી કે તેમની કંપની રસીનું ઉત્પાદન કરી રહી છે.
પૂનાવાલાએ યુનાઇટેડ કિંગડમમાં એક નવો રસી ઉત્પાદન એકમ શરૂ કરવાનો સંકેત પણ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતના કેટલાક શક્તિશાળી માણસોના ધમકીભર્યા ફોન આવ્યા હતા, જેમાં મુખ્ય પ્રધાનો, ઉદ્યોગ ગૃહોના વડા અને અન્યોના ફોન આવ્યા હતા.