NMACC ભારતમાં લાવી છે આર્ટ પ્રદર્શન ‘રન એઝ સ્લો એઝ યૂ કેન’

મુંબઈઃ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરે વિઝ્યુઅલ આર્ટ્સના તેના દ્વિતીય પ્રદર્શન – ટોઈલેટપેપર કૃત ‘રન એઝ સ્લો એઝ યૂ કેન’નો શુભારંભ કર્યો છે જેણે અહીં બીકેસી વિસ્તારમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં આવેલા NMACC સ્થિત વિઝ્યુઅલ આર્ટ્સ સ્થળ ‘આર્ટ હાઉસ’ ખાતે ભારતમાં પદાર્પણ કર્યું છે. આ પ્રદર્શન 22 ઓક્ટોબર, 2023 સુધી ચાલશે.

આ ભાવપૂર્ણ પ્રદર્શન માત્ર-તસવીર આધારિત મેગેઝિન અને રચનાત્મક સ્ટુડિયો ટોઈલેટપેપરની સર્જનાત્મક દુનિયાને પ્રદર્શિત કરે છે. આ સ્ટુડિયોની સ્થાપના  ઈટાલીયન કલાકારો મૌરીઝિયો કેટેલન અને પિયરપાઓલો ફેરારીએ 2010માં કરી હતી. આ તેમનું અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન છે.

ઈશા અંબાણીએ કહ્યું છે કે, અમારી સંસ્થા ભારતની શ્રેષ્ઠતમ કૃતિઓને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા અને વિશ્વભરની શ્રેષ્ઠતમ કૃતિઓને ભારતમાં પ્રદર્શિત કરવા સમર્પિત છે. ટોઈલેટપેપરના આ પ્રદર્શનને ભારતમાં સૌપ્રથમ વાર રજૂ કરવા બદલ અમે ખૂબ જ રોમાંચિત છીએ. આ કળા-પ્રદર્શન તેના વૈચારિક અને ઘણીવાર માર્મિક અભિગમમાં તાજગી અને નવીનતા ધરાવે છે. મને ખાતરી છે કે ટોઈલેટરપેપરનો આ સૌથી મોટો શો યુવાનવયનાં ભારતીયોને આકર્ષિત કરશે અને એમને કલ્પનાશક્તિ અને સર્જનાત્મક ઊર્જાને બળ પૂરું પાડતી તદ્દન નવીન કળા નિહાળવાનો અવસર પ્રદાન કરશે.

દ્રશ્ય રૂપે, આ પ્રદર્શન મહેમાનોને રંગોનો કાર્નિવલ, ઉલટ-પુલટ દ્રષ્ટિકોણ અને વિલક્ષણ, પરંતુ વિચારપ્રેરક ઈન્સ્ટોલેશશન્સ, જેમ કે 10,000 કેળાઓથી ભરેલો એક સ્વિમિંગ પૂલ, જૂના જમાનાની એક કાર, આરામ કરતો મગરમચ્છ વગેરે.

આ પ્રદર્શનમાં સાત વર્ષથી નીચેની વયનાં બાળકો માટે અને આર્ટ વિદ્યાર્થીઓ મફત પ્રવેશ છે.

RUN AS SLOW AS YOU CAN પ્રદર્શનનો અનુભવ લેવા માટે તમે nmacc.com અથવા bookmyshow.com પર તમારી ટિકિટ બુક કરાવી શકો છો.