મુંબઈઃ શહેરના ટેક્સીચાલકોના યૂનિયને માગણી કરી છે કે ટેક્સીનું લઘુત્તમ ભાડું, જે હાલ રૂ.25 છે તે વધારીને રૂ.35 કરવામાં આવે. યૂનિયનના મહામંત્રી એ.એલ. ક્વાડ્રોસે કહ્યું છે કે, ‘અમે ટેક્સી ભાડામાં વધારો કરવા માટે મહારાષ્ટ્ર સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગને વિનંતી કરી છે. જો સરકાર જવાબ નહીં આપે તો ટેક્સી ઓપરેટરોને 1 ઓગસ્ટથી હડતાળ પર જવાની ફરજ પડશે.’
મુંબઈમાં ટેક્સીનું લઘુત્તમ ભાડું છેલ્લે 2021માં વધારવામાં આવ્યું હતું. એ વખતે રૂ.21થી વધારીને રૂ.25 કરાયું હતું. ટેક્સી ચાલકોના યૂનિયને ટ્રાન્સપોર્ટ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી આશિષકુમાર સિંહને ગઈ કાલે પત્ર સુપરત કર્યો છે.