બીકેસીમાં સંગીત કાર્યક્રમ દરમિયાન 40 મોંઘા મોબાઈલ ફોન ચોરાયા

મુંબઈઃ અહીં બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ વિસ્તારમાં ગઈ કાલે રાતે યોજાઈ ગયેલા એક ઝાકઝમાળભર્યા સંગીત કાર્યક્રમ દરમિયાન અજાણ્યા શખ્સોએ લેટેસ્ટ અને મોંઘી કિંમતવાળા 40થી વધારે મોબાઈલ ફોનની ચોરી કરી હતી. MMRDA ગ્રાઉન્ડ ખાતેના સંગીત કાર્યક્રમમાં હાજર રહેલા અનેક લોકોએ એમના મોબાઈલ ફોન ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સેંકડો લોકોએ આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે ઓનલાઈન માધ્યમથી એમની ટિકિટ બુક કરાવી હતી. કાર્યક્રમનું સ્થળ દર્શકોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું.

40 જેટલા લોકોએ એમના ફોન ચોરાઈ ગયાની કે ગુમાઈ ગયાની ફરિયાદ નોંધવ્યા બાદ પોલીસે ઈન્ડિયન પીનલ કોડની સંબંધિત જોગવાઈઓ અંતર્ગત ચારથી પાંચ એફઆઈઆર ફરિયાદ નોંધી છે. પોલીસ હવે ચોરટાઓને ઓળખવા અને પકડવા માટે તે સ્થળ અને વિસ્તારના સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કરી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]