ઉર્ફી જાવેદને ધમકી આપનાર શખ્સની મુંબઈમાં ધરપકડ

મુંબઈઃ અભિનેત્રી અને સોશ્યલ મીડિયા ઈન્ફ્લૂએન્સર ઉર્ફી જાવેદને તેની પર બળાત્કાર કરવાની અને તેની હત્યા કરવાની એને વોટ્સએપ પર ધમકી આપનાર શખ્સની અહીંના ગોરેગાંવ ઉપનગર પોલીસે ધરપકડ કરી છે. તે શખ્સનું નામ નવીન ગિરી છે. પોલીસે એની સામે ભારતીય ફોજદારી કાયદાની કલમ 354-એ (જાતીય સતામણી), 354-ડી (પીછો કરવો), 506, 509 (ગુનાઈત ધમકી આપવી) તેમજ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

ઉર્ફી જાવેદ હાલ દુબઈમાં છે. ત્યાં ઉત્તેજક ડ્રેસ પહેરીને કથિતપણે વીડિયો શૂટ કરવા બદલ પોલીસે એને અટકમાં લીધી હોવાનું કહેવાય છે. દુબઈના કાયદા અનુસાર કોઈ જાહેર સ્થળે એવાં ઉત્તેજક વસ્ત્રો પહેરીને ફરી શકતું નથી અને વીડિયો શૂટિંગ પણ કરી શકતું નથી. દુબઈ પોલીસ દ્વારા હાલ એની પૂછપરછ ચાલી રહી છે એવો ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનો અહેવાલ છે.