મુંબઈઃ કોરોનાવાઈરસ રોગચાળાની બીજી લહેર ફેલાયા બાદ મુંબઈમાં સામાન્ય જનતાને લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. હવે કેસ ઘટી રહ્યાં હોવાથી નાગરિકો વિનંતી કરી રહ્યાં છે કે એમને લોકલ ટ્રેનોમાં ફરી પ્રવાસ કરવા દેવામાં આવે. તે છતાં સત્તાવાળો તરફથી હજી સુધી કોઈ નિર્ણય લેવાતો નથી.
ભાજપના મહારાષ્ટ્ર એકમના પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે માગણી કરી છે કે કાં તો રાજ્ય સરકાર દરેક જણને લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની પરવાનગી આપે નહીં તો દરેકને દર મહિને રૂ. 5000નું પ્રવાસ ભથ્થું આપે.