ગુજરાતી માધ્યમની લીલાવતી લાલજી દયાળ હાઈસ્કૂલે ઉજવ્યો ૯૦મો સ્થાપનાદિન

મુંબઈઃ અહીં દક્ષિણ મુંબઈના ગિરગાંવ વિસ્તારમાં આવેલી લીલાવતી લાલજી દયાળ હાઈસ્કૂલ અને કોલેજ ઓફ કોમર્સ દ્વારા તાજેતરમાં તેના ૯૦મા “સ્થાપના દિવસ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થા માટે આ સ્થાપના દિવસ મોટા ઉત્સવનો પ્રસંગ હતો. કારણકે સંસ્થાએ આ વર્ષે ગૌરવપૂર્ણ  ૯૦ વર્ષ પૂર્ણ કર્યા છે.

દક્ષિણ મુંબઈના ગિરગાંવ વિસ્તારની લીલાવતી લાલજી દયાળ હાઈસ્કૂલ અને કોલેજ ઓફ કોમર્સ

સંસ્થાનો પ્રારંભ ઈ.સ. ૧૯૩૩માં શેઠ લાલજી દયાળના પુત્રી લીલાવતીબાઈની સ્મૃતિમાં કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં કબુબાઈનાં નામે ઓળખાતી આ સંસ્થાએ પછીથી લીલાવતી લાલજી દયાળ હાઈસ્કૂલનાં નામે સમગ્ર મુંબઈમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. પ્રાઈમરીથી શરૂ થયેલી આ સંસ્થામાં આજે ડિગ્રી કૉલેજ સુધીનો કોમર્સ વિભાગ સફળ રીતે ચાલે છે. ૧૫૦૦ યુવાશક્તિ આજે આ સંસ્થાની તાકાત છે.

ઉજવણીનાં પ્રારંભે અધ્યક્ષ કિર્તીકુમાર કે. દયાળ, એડમિનિસ્ટ્રેશન હેડ પ્રિયંકા પંચાલ, પ્રિન્સીપાલ જયપ્રકાશ મૌર્ય દ્વારા  ગાયત્રી હવન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાનાં તમામ વિભાગો દ્વારા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતાઓને માનનીય અતિથિ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. સામાજિક પ્રવૃત્તિનાં ભાગરૂપે જુનિયર કૉલેજ અને ડિગ્રી કૉલેજના વિદ્યાર્થીઓએ નજીકના વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું.

સ્થાપનાદિન ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમ, યોગ, ધ્યાન સત્ર, ઈનામ વિતરણ અને ભેટરૂપે અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉજવણી નિમિત્તે હવનઃ કીર્તિકુમાર કે. દયાલ (ચેરમેન) અને એમના પત્ની વીણા કીર્તિકુમાર, ધીરેન એસ. સંપત (ટ્રસ્ટી) અને એમના પત્ની નિધિ ધીરેન સંપત, પ્રિયંકા પંચાલ (એડમિનિસ્ટ્રેટર) અને એમનાં પતિ પ્રકાશ પંચાલ)

આજે આ સંસ્થા ગુજરાતી માધ્યમ માટે મફત શિક્ષણ સેવાયજ્ઞ ચલાવે છે. ધોરણ ૫ થી ૧૦નાં વિદ્યાર્થીઓને ગણવેશ, મધ્યાહન ભોજન અને અભ્યાસની સામગ્રી પૂરી પાડીને તેમના શિક્ષણની સંપૂર્ણ કાળજી લે છે.

લીલાવતી લાલજી દયાળ હાઈસ્કૂલ એન્ડ કોલેજ ઓફ કોમર્સને ગુજરાતી માઈનોરિટીનો દરજ્જો

દક્ષિણ મુંબઈમાં આવેલી ગુજરાતીભાષી 90 વર્ષ જૂની લીલાવતી લાલજી દયાળ હાઈસ્કૂલ એન્ડ કોલેજ ઓફ કોમર્સને મહારાષ્ટ્ર ગવર્મેન્ટ દ્વારા ગુજરાતી માઈનોરીટી સ્ટેટસ આપવામાં આવ્યું છે. દક્ષિણ મુંબઈમાં વસતા ગુજરાતી સમાજના વિદ્યાર્થીઓને કોમર્સમાં એડમિશન લેવું સરળ બનશે. દક્ષિણ મુંબઈમાં આ એક જ ગુજરાતી માઈનોરીટી કોલેજ બનશે. આ સંસ્થામાં 1500થી વધારે વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે એ ગૌરવ લેવા જેવી વાત છે ગુજરાતીઓ માટે ખૂબ જ આનંદના સમાચાર છે.

આનંદદાયક સમાચાર

ગુજરાતી સમાજ માટે ગૌરવ લેવા જેવા ખુશખબર છે કે લીલાવતી લાલજી દયાળ હાઈસ્કૂલ એન્ડ કોલેજ ઓફ કોમર્સને ગુજરાતી ભાષાની માઈનોરીટીનું સ્થાન પ્રાપ્ત થયું છે. આ સંસ્થા જૂની અને પ્રખ્યાત છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જીવનમાં સફળતાના શિખર સર કર્યા છે. આ માટે શિક્ષકો, ટ્રસ્ટીસાહેબો, અને અન્યોનો અમૂલ્ય ફાળો છે.

સમાજના બાળકોને અમારી મહાવિદ્યાલયમાં દાખલો લેવાનો સરળ બને એવી આ સૌપ્રથમ સંસ્થા બની છે. બીકોમ, બી.એ.એફ. (BAF) અને બી.એમ.એસ.(BMS) જેવી શાખા પણ ધરાવે છે. આ સંસ્થામાં 1500થી વધુ વિદ્યાર્થીઓ તેનો લાભ લે છે. પણ ગુજરાતી ભાષી વિદ્યાર્થીઓ માટે 50% જગ્યા આરક્ષિત છે તેનો લાભ લેવા ‘વહેલા તે પહેલા’ ધોરણે આ મહાવિદ્યાલયનો સંપર્ક કરે, આ સંસ્થા એ પરિવાર રૂપ છે તેનો અવશ્ય લાભ લેવો જોઈએ.